દેશમાં વધી રહેલો કોરોના સંકટ દરેકની ચિંતા વધારી રહ્યો છે. સૌથી વધારે જોખમ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યુ છે. કેમ કે અહીં આવી રહેલા નવા કોરોનાના કેસની રફ્તાર બેકાબૂ થઈ ગઈ છે. હવે રાજ્યમાં કડકાઈ વધી ગઈ છે પરંતુ સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાઓ પણ વધી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આના સંકેત આપ્યા હતા, પરંતુ હવે પૂર્ણ લોકડાઉન વિરૂદ્ધ અવાજ પણ ઉઠી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ગત અઠવાડિયે જ એક લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં કેટલાક જિલ્લામાં પોતાના સ્તર પર પૂર્ણ લોકડાઉન લાગુ કરી દીધુ છે. સંકટને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યોના અધિકારીઓને પૂર્ણ લોકડાઉનના ઑપ્શન ખુલ્લા રાખવાના નિર્દેશ આપ્યા હતા. ઉદ્ધવ ઠાકરેનુ કહેવુ હતુ કે રાજ્યમાં લોકો ગાઈડલાઈન્સનુ પાલન કરી રહ્યા નથી.
અત્યારે સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાગુ થઈ ગયુ છે જેથી રાત્રે રસ્તા પર ભીડ ઓછી થાય પરંતુ પૂર્ણ લોકડાઉનની વાતથી નિવેદન આવવા લાગ્યા. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે લોકડાઉનને ટાળી પણ શકાય છે, જો લોકો નિયમનુ પાલન કરે. નવાબ મલિકે કહ્યુ કે અમે વધુ એક લોકડાઉન વેઠી શકતા નથી, તેથી મુખ્યમંત્રીને અન્ય ઑપ્શન પર વિચાર કરવાની અપીલ કરી છે. જોકે એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે એક નિવેદન આપ્યુ હતું.
જેમાં તેમણે કહ્યુ હતુ કે જો લોકો નિયમ માનશે નહીં તો સરકાર લોકડાઉન લાગુ કરવામાં પીછેહઠ કરશે નહીં. માત્ર સરકારમાં સામેલ એનસીપી જ નહીં પરંતુ વિપક્ષી પાર્ટી ભાજપ પણ સંપૂર્ણ લોકડાઉનનો વિરોધ કરી રહી છે.