કલ્યાણપુર તાલુકાના માળી ગામેથી સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમય એક મંદિર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે બેસીને ગંજીપતા વડે જુગારની મોજ માણી રહેલા દેશુર દેરાજ જામ, હરીશ રાજા કારીયા, લાખા ઘેલા જામ, કરણ ગોગન દેથરિયા, મનસુખ રામભાઈ નકુમ, ભરત ખેતાભાઇ જામ અને નાગાર્જુન ખીમાભાઈ જામ નામના સાત શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા. 12,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે ભાટિયા ગામેથી ધ્રુવરાજસિંહ ઉર્ફે ઋષિ હરદેવસિંહ સરવૈયા, મનદીપસિંહ સહદેવસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ભરતસિંહ સરવૈયા, અને સહદેવસિંહ રામસિંહ રેવર નામના કુલ ચાર શખ્સોને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂા.12,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે તાલુકાના રાવલ ગામેથી વહેલી સવારે પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મશરી હીરાભાઈ વાઘેલા, માલદે ઘેલાભાઈ કાગડીયા, નિલેશ ઉર્ફે કનુ ભીમાભાઇ ગામી અને નિલેશ ચનાભાઈ કાગડીયા નામના ચાર શખ્સને રૂા.4,020ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
કલ્યાણપુર પંથકમાં જુગાર પર સ્થાનિક પોલીસની ધોંસ
ત્રણ દરોડામાં પંદર શખસો ઝડપાયા