ખંભાળિયા તાલુકામાં વાડીનાર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત હાથે કાબૂમાં રાખવા અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સૂચના અંતર્ગત તાલુકાના વાડીનાર પંથકમાં ગઈકાલે પીએસઆઈ કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં નજીકના મોટા આંબલા ગામે પહોંચતા મોટા આંબલા ગામનો રહીશ ગુલાબસિંહ મેરુજી રાઠોડ નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી, આ સ્થળેથી જુગાર રમી રહેલા સબીર સીદીક સંઘાર, મામદ આદમભાઈ સંઘાર અને જયેશ બાબુલાલ મકવાણા નામના કુલ પાંચ શખ્સોને આ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 11,630 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં વાડીનાર પોલીસે આ જ વિસ્તારની ગૌશાળા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અબ્બાસ ઈસ્માઈલ ગજણ, અકબર અલ્લારખા સંઘાર અને ગફાર હુસેનભાઈ સંઘાર નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂા. 2,720 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી વાડીનારના પીએસઆઈ કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બરારીયા, વિંઝાભાઈ ઓડેદરા તથા ભરતભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયાના વાડીનાર પંથકમાં જૂગારીઓ પર સ્થાનિક પોલીસની ધોંસ
બે દરોડામાં સાત શખ્સો ઝબ્બે