Monday, February 23, 2026
Homeરાજ્યગુજરાતવરસાદી આફતમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવા સ્થાનિક સત્તાધિશોને સત્તા

વરસાદી આફતમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવા સ્થાનિક સત્તાધિશોને સત્તા

વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારનો વિધાર્થી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક સ્થિતિ અનુ3પ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે. તેમજ રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિધાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઇ શકશે. વાઘાણીએ ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુ3પ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી થાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટર, મ્યુનિંકમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્શમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શ3 કરવા અંગે જરરી નિર્ણય લઇ શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular