Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત હાઇકોર્ટની તમામ બેન્ચનું "યૂ ટ્યુબ" ઉપર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ

ગુજરાત હાઇકોર્ટની તમામ બેન્ચનું “યૂ ટ્યુબ” ઉપર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ

- Advertisement -

19 જુલાઇથી ગુજરાત હાઇકોર્ટની તમામ બેન્ચનું “યુ ટ્યુબ” ઉપર “લાઈવ સ્ટ્રીમિંગ” શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં આવું પગલું લેનાર ગુજરાત હાઇકોર્ટ પ્રથમ કોર્ટ બની છે. ઓક્ટોબર 2020 થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયું હતું. આ લાઈવ સ્ટ્રીમિંગ ખૂબ સફળ રહ્યું હતું. લાઈવ સ્ટ્રીમિંગના નિયમો બનાવી તમામ ન્યાયાધીશો દ્વારા આ નિયમો 20 જૂનના રોજ બહાલ કરવામાં આવ્યા હતા. આ સફળતા પછી આ પ્રકારે તમામ બેન્ચનું લાઈવ પ્રસારણ કરવા નક્કી કરવામાં આવ્યું છે. 17 જુલાઇ 2021 ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રામન્ના દ્વારા આ લાઈવ સ્ટ્રીમિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટની E કમિટીના ચેરમેન ડી. વાય. ચંદ્રચૂડ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ એમ. આર. શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ પ્રકારે 19 જુલાઇ 2021થી ગુજરાત હાઇકોર્ટની તમામ બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થતાં ન્યાયતંત્રમાં પારદર્શકતા વધશે. આ ઉપરાંત લાઈવ પ્રસારણ થવાથી જુનિયર વકીલો તથા કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએને પણ ખૂબ શીખવા મળશે તેવું માનવમાં આવે છે. સામાન્ય રીતે સરકારી તંત્રને વારંવાર પારદર્શિતા અંગે ટકોર કરતી કોર્ટ જ્યારે સ્વયં પારદર્શિતા માટે આવું પગલું ભારે તે ખરેખર સરાહનીય ગણાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular