સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો સતત સ્ક્રોલ કરતા રહે છે તેઓ અડધો દિવસ આ સતત સ્ક્રોલીંગમાં જ વિતાવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વાયરલ વીડિયોની ભરમાર જોવા મળી જતી હોય છે. કયારેક કોઇક વીડિયો જૂગાડના હોય છે તો કયારેક કોઇ ફની વીડિયો જ્યારે કેટલાંક વીડિયો લગ્ન મંડપના તો કેટલાંક મેટ્રોના જોવા મળે છે. ત્યારે ગજરાજને જોઇને નાની બાળકીની પ્રતિક્રિયાનો આ વીડિયો લોકોના હૃદયને સ્પર્શી ગયો.
When Gajanan Maharaj blesses a pure-hearted girl, her smile becomes the light of divinity. pic.twitter.com/4ce3U3VQjn
— DHARMA (@Dharma0292) September 28, 2025
વીડિયોમાં એક નાની છોકરી રસ્તા પરથી પસાર થતા એક હાથીને જુએ છે તેના નાના હાથોથી તેને પૈસા આપવા માટે દોડી જાય છે. મહાવત પૈસા સ્વીકારે છે. છોકરીની માસુમીયત અને નિર્દોષતા જોનારાઓને સ્મિત આપે છે. હાથી છોકરી તરફ તેની સુંઢ ઉંચી કરે છે જેના કારણે તે થોડી ગભરાઈ જાય છે અને પાછળ હટે છે પરંતુ, થોડા સમય પછી તે ફરીથી હાથ જોડીને હાથી પાસે જાય છે. ફરી એકવાર ભગવાન ગણેશ તેની સુંઢ તેના માથા પર મુકે છે અને તેને આર્શિવાદ આપે છે. એક રાહદારીએ છોકરી અને હાથી વચ્ચેની આ ક્ષણને કેદ કરી અને સોશિયલ મીડિયામાં શેર કરી.
સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મના @Dharma0292 ભૂતપૂર્વ હેન્ડલ દ્વારા શેર કરાયેલા આ હૃદયસ્પર્શી વીડિયોઓને લાખો લોકોએ નિહાળીને પસંદ કર્યો છે. વધુધૈવ કુટુંમ્બકમમાં જ્યારે આપણે પ્રકૃતિને પણ આપણા પરિવારમાં સ્થાન આપીએ છીએ. ગજરાજ કે જેને આપણે ભગવાન ગણેશ માનીએ છીએ ત્યારે આ વીડિયોમાં એક માસુમ શુધ્ધ હૃદયવાળી છોકરીને ગજાનને ગણેશે આર્શિવાદ આપ્યા છે.


