Tuesday, January 7, 2025
Homeરાષ્ટ્રીયપંજાબમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી 2022નો લિટમસ ટેસ્ટ

પંજાબમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી 2022નો લિટમસ ટેસ્ટ

- Advertisement -

ખેડૂતો આંદોલન વચ્ચે પંજાબ ના 8 નગર નિગમ 109 નગરપાલિકા અને નગર પંચાયતના પરિણામો સામે આવી રહ્યાં છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે પંજાબમાં કોઈ પણ પ્રકારની આ પહેલી ચૂંટણી છે જેને તમામ રાજકીય પક્ષો વચ્ચે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી વર્ષની શરૂઆતમાં જ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેથી વર્તમાન નગર નિગમની ચૂંટણી 2022નો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે.

- Advertisement -

પંજાબમાં 25 વર્ષ બાદ ગઠબંધનમાંથી અલગ થયેલા ભાજપ અને શિરોમણી અકાલી દળ સામસામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીને પણ પોતાની રાજનૈતિક તાકાતનો તાગ મળી જશે. માટે જ વર્તમાન નગર નિગમની ચૂંટણી પરિણામો પર પંજાબ સહિત દેશભરના લોકોની નજર મંડાઈ છે.

ઉલ્લેખનિય છે કે, 2015માં અકાલી દળ અને ભાજપનું ગઠબંધન સત્તામાં હતું, ત્યારે સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં ગઠબંધનને જ જીત મલી અતી અને કોંગ્રેસે કારમો પરાજય ખમવો પડ્યો હતો. પરંતુ આ વખતે ભાજપ અને અકાલી દલ પોત પોતાની રીતે ચૂંટણી મેદાનમાં છે.

- Advertisement -

જોકે ભાજપને અનેક ઠેકાણે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં મુશ્કેલી વેઠવી પડી હતી અને પંજાબમાં અડધી જ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી શકી હતી. પંજાબની 8 નગરનિગમ, 109 નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણીમાં કુલ 9222 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. જેમાંથી 2932 ઉમેદવારો નિપક્ષના છે. જ્યારે પ્રદેશની સત્તારૂઢ કોંગ્રેસે 2037 ઉમેદવાર, અકાલી દળના 1569, ભાજપના 1003 જ્યારે આમ આદમી પાર્ટીના 1606 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસની સરખામણીમાં અડધાથી પણ વધારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ખેડૂત આંદોલનના કારણે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ હાલ જે પ્રકારે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તેને જોતા વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 2022ની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીના પરિણામો બાદ પંજાબની આગામી વિધાનસભાની ચૂંટણીનો પારો ગરમાશે. માટે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીના પરિણામો પ્રદેશમાં રાજનીતિની દશા અને દિશા નક્કી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular