Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ફરિયાદ કેન્દ્ર અને નંબરની યાદી

શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ફરિયાદ કેન્દ્ર અને નંબરની યાદી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં તમામ વોર્ડ માટે ભૂગર્ભ ગટર સફાઈને લગત ફરિયાદ નોંધાવવા માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ ફરિયાદ નંબરો તથા ફરિયાદ કેન્દ્ર ખાતે શહેરીજનો ભૂગર્ભ ગટર સફાઈને લગતી ફરિયાદ નોંધાવી શકશે.

- Advertisement -

જામનગર શહેરમાં હૈયાત અને કાર્યરત ભૂગર્ભ ગટરને નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે. આ ભૂગર્ભ ગટરના મશીનહોલ અથવા ચેમ્બર ભરાઇ જાય અથવા ભૂગર્ભ ગટર છલકાતી હોય તો ઝોનવાઈસના લગત ફરિયાદ કેન્દ્ર ઉપર ફરિયાદ કરી શકાશે. જેમાં નોર્થ ઝોન (વોર્ડ નં.1,2,3,4) માટે બેડી બંદર રોડ સેન્ટઆન્સ સ્કૂલની સામે ક્ધટેનર ઓફિસ ટેલિફોન નં.0288-2662442, ઝોનલ એન્જીનિયર વિરાજ ખંભાયતા (વર્ક આસી.) મો.97734 75571, વેસ્ટ ઝોન (વોર્ડ નં.5,6,7,8) હિરજી મિસ્ત્રી રોડ, કામદાર વીમા દવાખાનાની બાજુમાં ક્ધટેનર ઓફિસ ટેલિફોન નંબર 0288-2567723, ઝોનલ એન્જીનિયર મિતલબેન ખરેચા (અ.મ.ઇ.) મો.99137 83982, ઈસ્ટ ઝોન (વોર્ડ નં.9,10,11,12) વ્હોરાના હજીરા પાસે ભૂગર્ભ ગટર પમ્પીંગ સ્ટેશનમાં મો.87994 05088 ઝોનલ એન્જીનિયર દર્શન ચાવડા (વર્ક આસી.) મો.97235 56975 તથા સાઉથ ઝોન (વોર્ડ નં.13,14,15,16) 45-46 દિગ્વીજય પ્લોટ શાળા નં.39, મેઘજી પેથરાજ શાળાની બાજુમાં કેન્દ્રના ટેલીફોન નં.0288-2670141, ઝોનલ એન્જીનિયર ઋષિ વાઢેર (વર્ક આસી.) (મો.97146 99161)ને ફરિયાદ કરવા ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઈજનેરની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular