જામનગરના રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલા આવાસના ફલેટમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન સાત શખ્સોને રોકડ અને ચાર બાઈક તથા ચાર મોબાઇલ મળી કુલ રૂા.2,88,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં ઉપરાંત ફલેટમાંથી દારૂની બાર બોટલ મળી આવતા અલગ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલા સરદારપટેલ આવાસમાં બ્લોક નંબર એ 2 ફલેટ નંબર 1203 માં રહેતાં રાજેશ ઉર્ફે રાજુ ભીમશી વરૂ તેના ફલેટમાં બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની હરદીપ બારડ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
દરમિયાન ફલેટમાંથી રાજેશ ઉર્ફે રાજુ ભીમશી વરૂ ફલેટમાલિક અને નિતીન ધનજી ચાવડા, વિપુલ શંકર દામા, હમીર ગોવાભાઈ વાળા, શૈલેષ મુળજી અદ્રોજા, નિલેશ ભીખા અકબરી, અનિરૂધ્ધ ગોરધન ચોવટીયા નામના સાત શખ્સોને રૂા.1,52,500 ની રોકડ રકમ અને રૂા.16000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તથા રૂા.1,20,000 ની કિંમતની ચાર બાઈક મળી કુલ રૂા. 2,88,500 નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતા રાજેશ ઉર્ફે રાજુ ભીમશી વરૂના ફલેટમાંથી રૂા. 4800 ની કિંમતની બાર બોટલ દારૂ મળી આવતા એલસીબીએ બોટલો કબ્જે કરી બે જુદા જુદા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.