જામનગર શહેરના ઢીચડા રોડ ઉપર સેનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે મકાનની તલાસી લેતા તેમાંથી 136 બોટલ દારૂ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં વધુ બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા સેનાનગર વિસ્તારમાં રહેતા રાજુ ભીખુ શીંગરખીયા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂ હોવાની એલસસીબીના દોલતસિંહ જાડેજા, ફીરોજ ખફીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન એલસીબીની ટીમે મકાનમાંથી રૂા.54,400 ની કિંમતની દારૂની 136 બોટલો મળી આવતા દારૂ અને રૂા.5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.59,400 ના મુદ્દામાલ સાથે રાજુ ઉર્ફે લંગડો ભીખુ શીંગરખીયા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ દારૂના જથ્થામાં દારૂ લઈ આવનાર રાહુલ શીંગરખીયા અને દારૂ સપ્લાય કરનાર કચ્છના રાજુ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.