દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપી દીધી છે. હવે દિલ્હીના લોકો મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા દારૂ મંગાવી શકશે. દિલ્હીના વ્યસનીઓ ઘણા સમયથી દિલ્હી સરકાર પાસે દારૂની દુકાનો ખોલવાની માંગ કરી રહ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 1 મેથી દિલ્હી સરકાર લોકડાઉનની સ્થિતિમાં રાહત આપીને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપશે. ગયા અઠવાડિયે, દિલ્હી સરકારે લોકડાઉનની શરતો હળવી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દારૂની દુકાનો ખોલવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
ગયા અઠવાડિયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની અધ્યક્ષતામાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દારૂની દુકાનો ખોલવાની દરખાસ્ત કરી હતી, પરંતુ રાજ્યપાલને આશંકા હતી કે દારૂની દુકાનો શરૂ થતાં દુકાનોની બહાર ભારે ભીડ એકત્ર થઈ જશે. અને સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાશે નહી. આને કારણે દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
જો કે અગાઉ પણ દારૂની હોમ ડિલિવરી કરવાની છૂટ હતી, ઇ-મેઇલ અથવા ફેક્સ દ્વારા ઓર્ડર મેળવ્યા પછી જ દારૂ પહોંચાડવામાં આવતો હતો. ત્યારે હવે મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલ પર ઓર્ડર કરવાથી દારુની હોમ ડિલિવરી કરવામાં આવશે. તમામ દારૂની દુકાનોને તાત્કાલિક હોમ ડિલેવરી કરવાની સત્તા આપવામાં આવશે તે જરૂરી નથી.