Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનમાંથી દારૂની બોટલો ઝડપાઈ

જામનગર શહેરમાં મકાનમાંથી દારૂની બોટલો ઝડપાઈ

- Advertisement -

જામનગર શહેરના શાંતિનગર શેરી નં. 4 ના છેડે રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.18,400 ની કિંમતની 46 બોટલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. લાલપુરના ધરારનગર વિસ્તારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના શાંતિનગર શેરી નં.4 ના છેડે રહેતા વિજયસિંહ હરિસિંહ જેઠવા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.18,400 ની કિંમતની 46 બોટલ દારૂ મળી આવતા કબ્જે કર્યો હતો અને એલસીબીએ વિજયસિંહની શોધખોળ આરંભી તેના વિરૂધ્ધ ગુનો નોંધી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને દારૂનો જથ્થો સોંપી આપ્યો હતો. તેમજ બીજો દરોડો લાલપુરમાં ધરારનગર વિસ્તારમાંથી પસાર થતા રીયાઝ હુશેન ધુધા નામના શ્રમિક શખ્સને લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી 200 એમ.એલ. દારૂ ભરેલી બોટલ મળી આવતા પોલીસે રિયાઝની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો લાલપુર તાલુકાના દલતુંગી ગામના માલા હીરા પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular