શરીરમાં ઝડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધઘટમાં આપણો આહાર મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ખાસ કરીને શિયાળામાં આવતા અમુક પ્રકારના આહારો તમારું કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવું એટલે કે, હાઈપર કોલેસ્ટ્રોલેમિયા કહેવાય છે. સામાન્ય રીતે શિયાળામાં ખવાતા વ્યંજનોના કારણે કોલેસ્ટ્રોલ વધી શકે છે. જેવા કે
ઘી : શિયાળામાં ઘી નો વપરાશ સામાન્ય કરતા વધુ જોવા મળે છે. ઘી આહારમાં સુગંધ અને સ્વાદ આપે છે. તે એક હેલ્દી ફેટનો સોર્સ છે. પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવું કોલેસ્ટ્રોલની બીમારી નોતરી શકે છે.
માખણ: હાલના સમયમાં લગભગ દરેક વ્યંજનોમાં બટરનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે બજારમાં મળતા માખણામાં સૈચ્યુરેટેડ ફેટની માત્રા વધુ જોવા મળે છે. જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે.
પનીર: પનીર એ લગભગ દરેકનું પ્રિય ભોજન હોય છે. સામાન્ય રીતે શિયાળામાં તેનો વપરાશ વધુ જોવા મળે છે ત્યારે તેમાં સંતૃપ્ત વસા વધારે માત્રામાં જોવા મળે છે. જે કોલેસ્ટ્રોલને વધારી શકે છે.
ફાઈડ સ્નેકસ : સમોસા, પકોડી, કચોરી, તળેલી ચીજો, વડા, ભજીયા વગેરે જ્યારે વધુ ખવાતું હોય જેમાંં ટ્રાન્સફેટ વધુ હોય છે. જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.