જામનગર વૈશાલીનગરમાં વસવાટ કરતાં મનિષભાઈ હીરાભાઈ પરમારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમના પિતા હિરાભાઈ પરમારે જામનગર સિટી બી ડીવીઝન મહિલા પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પી લીધેલ હોય અને સારવાર દરમિયાન તેઓ મરણ ગયેલ હોય જે બાબતની ફરિયાદ દાખલ કરી હતી અને તેમાં જણાવેલ કે, ફરિયાદી મનિષભાઈ પરમારના મોટા પુત્ર અમિતભાઈના લગ્ન રાજકોટ ખાતે વસવાટ કરતાં અમૃતાબેન સાથે 14 વર્ષ પહેલાં થયા હતાં અને લગ્ન બાદ મરણજનાર હિરાભાઈ સાથે તોછડું વર્તન કરતાં અને તેમને અપાનિત કરતાં જમવાનું પુરુ પાડતા નહીં અને ઝઘડાઓ કરતાં રહેતાં હતાં અને અનેક વખત રાજકોટ મુકામે માવતરે ચાલ્યા જતાં અને તેમને મનાવી અને પરત લાવતા અને આ બનાવ બનેલ તેની પહેલા આરોપી અમૃતબેન મરણજનાર સાથે ઝઘડાઓ કરેલ અને તેમને ધમકીઓ આપેલી હતી કે ખોટી છેડતીની ફરિયાદ કરીશ અને તેનો ત્રાસ ખૂબ જ વધી જતાં આત્મહત્યા કરવા મજબુર થવું પડેલ તેવી ફરિયાદ દાખલ કરતા આરોપી અમૃતબેનની અટક કરવામાં આવી હતી અને આરોપી અમૃતાબેન પરમાર દ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.
આ જામીન અરજીના કેસમાં થયેલ દલીલો તેમજ વડી અદાલતના ચૂકાદાઓ ધ્યાને લઇ આરોપી અમૃતાબેન પરમારને અદાલત દ્વારા જામીન મુકત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રનજનીકાંત આરત. નાખવા તથા નિતેશ મુછડિયા રોકાયેલ હતાં.