સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.હોસ્પિટલમાં લિફટ બંધ હોવાને કારણે દર્દીઓના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી.જી.હોસ્પિટલમાં લિફટ બંધ હોવાને કારણે દર્દીઓના પરિવારજનોને વોર્ડમાંથી દર્દીને એકસ-રે સહિતની સારવાર તથા તપાસણી માટે લઇ જવા મહામહેનતે સિડીઓથી જવું પડે છે.
જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.અવાર-નવાર ચર્ચાના ચકડોળે ચાલતી રહે છે. થોડાં સમય પહેલાં પશુઓ હોસ્પિટલમાં આટા ફેરા કરતાં જોવા મળ્યાં હતાં. તો તાજેતરમાં વરસાદી પાણી જી.જી.હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ત્યારે હવે લિફટ બંધ થઇ જતાં દર્દીના પરિવારજનો વધુ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એકસ-રે કરાવવા જવા માટે પરિવાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.