Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારનવ વર્ષ પહેલાં દલિત યુવાનની હત્યા કેસમાં ત્રણ હત્યારાઓને આજીવન કેદ

નવ વર્ષ પહેલાં દલિત યુવાનની હત્યા કેસમાં ત્રણ હત્યારાઓને આજીવન કેદ

જૂના મનદુ:ખનો ખાર રાખી 2014 માં હુમલો કરી હત્યા : સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદીના વકીલોને દલીલો ગ્રાહ્ય

જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતાં અને રીક્ષા ચલાવતા યુવાનનું વર્ષ 2014 માં સવારના સમયે તેના ગામમાં રહેતાં ત્રણ શખ્સોએ જૂના મનદુ:ખના કારણે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવવાના કેસમાં પિતા અને પુત્રોને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતો અને રીક્ષા ચલાવતો મિતેશ માધાભાઈ કંટારિયા નામના દલિત યુવાન ઉપર ગત તા.09/09/2014 ના રોજ સવારના સમયે મિતેશ ઉપર જુના મનદુ:ખનો ખાર રાખી ગામમાં પાદરમાં જ તેના ગામમાં રહેતા આરિફ ઉર્ફે અપલો મામદ ખોજા અને સીરાજ મામદ ખોજા અને મામદ વાલજી ખોજા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી છરી, લોખંડના પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે મૃતકના પિતા માધાભાઈના નિવેદનના આધારે હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધી ચાર્જશીટ એટ્રોસિટી કોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે મૃતકના વકીલ કિરણભાઈ બગડા તથા સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ જીવરાજાણીની ધારદાર દલીલો અને નજરે જોનાર બે સાક્ષીઓના પૂરાવાઓથી હકીકતને સમર્થન મળ્યું હતું. તેમજ બનાવ સ્થળેથી મૃતકના લોહીના પુરાવાઓ મળ્યા હતાં અને ઉપયોગમાં લેવાયેલ હથિયારો ઉપર પણ લોહી મળી આવ્યું હતું.

તદઉપરાંત મુખ્ય આરોપી આરીફ ઉર્ફે અપલો મામદ ખોજા નામના હત્યારાએ બનાવ સમયે પહેરેલ ટીશર્ટ ઉપર મૃતકનું લોહી મળી આવ્યું હતું. મૃતક તરફી વકીલો દ્વારા સામાન્ય બાબતમાં નિદોર્ષ વ્યક્તિની સરાજાહેર બ્રોડ-ડે-લાઈટ હત્યા કરી નાખવામાં આવેલ છે. તેવી દલીલો અને સુપ્રિમ કોર્ટ તથા વિવિધ ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. જે ધ્યાને લઇને પિતા-પુત્રને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડ તથા દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા તથા જીપીએકટ કલમ 135 (1) ગુનામાં છ માસની સજા અને રૂા.1000 ની દંડ તથા દંડ ન ભરે તો 7 દિવસની સાદી કેદની સજાનો તથા મૃતકના પિતાને વિકટીમ કોમ્પેનસેશન હેઠળ વળતર ચૂકવવાનો અદાલતે હુકમ કર્યો હતો. આ કેસમાં મૃતક તરફે કિરણભાઈ બગડા અને સરકાર પક્ષે એડી.જી.પી.ધર્મેન્દ્રભાઈ જીવરાજાણી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular