Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારઓખામાં આઠ ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

ઓખામાં આઠ ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

મુસાફરો સાથે ગેરવર્તન અને લાઈફજેકેટ ન પહેરાવવા સહિતના મુદ્દે કાર્યવાહી : ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરી દંડ ફટકાર્યો

- Advertisement -

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટમાં નિયમોની અમલવારી કરવા માટે સમયાંતરે ચેકિંગ તેમજ કડક કામગીરી કરવામાં આવે છે. ત્યારે જી.એમ.બી. જારી કરવામાં આવેલા એક પત્રમાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દરિયાઈ માર્ગ પર ચાલતી જુદી-જુદી આઠ ફેરી બોટના ભરવાના શરત ભંગના કારણોસર એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

જાણવા મળતી વિગત મુજબ યાત્રિક સાથે ગેરવર્તન કરવા, મુસાફરોને લાઈફ જેકેટ ન પહેરાવવા, અન્ય જગ્યાએ મુસાફરને ઉતારવા, વારા પ્રમાણે બોટ ન ચલાવવા, સહિતના જુદા-જુદા કારણસર ચાંદ તારો, શેરે કિરમાની, શહેનશાહ કિરમાની, ભાગ્યલક્ષ્મી, અલ મદીના, રમજાન, ઝીલ અને જય મહાકાલ નામની આઠ ફેરી બોટના તારીખ 14 થી 21 ફેબ્રુઆરી સુધી પરવાના મોકૂફ રાખવા તેમજ શરતોના ભંગ બદલ રૂ. 500 નો દંડ કરતો હુકમ ગુજરાત મેરીટાઇમ બોર્ડના બંદર અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular