Sunday, December 22, 2024
Homeરાજ્યઓખામાં ફેરી સર્વિસ બોટના લાયસન્સની શરતોના ભંગ બદલ 21 બોટના લાયસન્સ એક...

ઓખામાં ફેરી સર્વિસ બોટના લાયસન્સની શરતોના ભંગ બદલ 21 બોટના લાયસન્સ એક સપ્તાહ માટે સસ્પેન્ડ

- Advertisement -

ઓખા મંડળમાં બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં સ્થાનિક મુસાફરો તથા યાત્રાળુઓ માટે ફેરી બોટની સેવા કાર્યરત છે. અહીં ગુજરાત મેરીટાઇમ દ્વારા ફેરી બોટ સર્વિસ માટે બોટ ધારકોને વિવિધ નિયમોને આધીન લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. આ લાયસન્સની શરતોના નિયમનો ભંગ કરવા બદલ જે-તે બોટ સંચાલકો દંડને પાત્ર બની રહે છે. જેમાં થોડા સમય પૂર્વે ઓખા બંદરના ગાર્ડ તથા જેટી ચોકીદાર દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડને કરવામાં આવેલી ફરિયાદમાં આ વિસ્તારમાં કાર્યરત જુદી જુદી 21 બોટના સંચાલકોએ લાયસન્સની શરતોનો ભંગ કર્યો હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ જારી કરી આ વિસ્તારની કુલ 21 બોટના સંચાલકોને ક્રમ વગર જવા તથા ક્ષમતા કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરવા સહિતના કારણોસર તેમની પેસેન્જર ફેરી સર્વિસનો પરવાનો તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 10 જાન્યુઆરી સુધી આઠ દિવસ માટે મોકૂફ કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત આ 21 બોટના સંચાલકોને શરતોના નિયમનો ભંગ બદલ રૂપિયા 500નો રોકડ દંડ ચૂકવવા પણ વધુમાં હુકમ કરવામાં આવ્યો છે.

જી.એમ.બી. દ્વારા જારી કરવામાં આવેલા હુકમમાં અલનૂર- 2, બિસ્મિલ્લા, અલનુર, અપ્સરા, અલ સિદ્દીકી, કુરાની સાગર, જલપરી, મૌલવિસા, અબા મદત, અલ સુલતાન, ખ્વાજા મહારાજા – 2, અસજદ રાજા, અલ કરીમી, મહાલક્ષ્મી, અલી મદદ, અલ આવેશ કરની, સ્કાય લક, મહાલક્ષ્મી, નુસરત, રામબાણ- 2 અને મકદુમી નામની 21 ફેરી બોટના લાયસન્સ આઠ દિવસ માટે મોકૂફ રાખી, દંડ ફટકારતા હુકમ અંગેની વિધિવત જાણ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, સહિતના અધિકારીઓને કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular