મહિનાઓની રાહ જોયા બાદ આજે સરકારી વીમા કંપની LICના શેર ઓપન માર્કેટમાં લિસ્ટ થયા છે. એલઆઇસીનો શેર 872 પર બજારમાં લિસ્ટ થયો છે. બહુપ્રતિક્ષિત આ IPO માટે કહી શકાય કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં. રોકાણકારોને અપેક્ષિત લાભ ન મળતા નિરાશા દેખાઈ રહી છે. ઈશ્યુ યુક્રેન – રશિયા યુદ્ધના કારણે લંબાવવો પડ્યો હતો જોકે મેં મહિનાના મધ્યાનની સમયમર્યાદાના કારણે તે ચાલુ મહિનાના પહેલા સપ્તાહમાં IPO લોન્ચ કરાયો હતો.
LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે થયું છે. NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો છે, જ્યારે BSE પર તે 867 પર લિસ્ટેડ થયો છે. આમતો IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ 3 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. સરકારે આ દ્વારા 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કર્યો છે. છતાં લિસ્ટિંગ ગેઈનનો લાભ ન મળવાથી રોકાણકાર નિરાશ થયા છે. દિવસની શરૂઆત 12.60 ટકા અથવા રૂ. 119.60ના નુકસાન સાથે રૂ. 829 પર કરી
જોકે, શેરબજારમાં LICની શરૂઆત સારી રહી ન હતી. ગ્રે માર્કેટમાં શૂન્યથી નીચે પ્રીમિયમ પર ટ્રેડિંગ કર્યા પછી, BSE પર પ્રી-ઓપન સેશનમાં LICના શેર 12 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. પ્રી-ઓપનમાં, LICના શેરે પ્રથમ દિવસની શરૂઆત 12.60 ટકા અથવા રૂ. 119.60ના નુકસાન સાથે રૂ. 829 પર કરી હતી.
LICનો આ પ્રથમ ઈશ્યુ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પ્રથમ વખત, આઇપીઓ સપ્તાહના બંને દિવસોમાં ખુલ્લું રહ્યું હતું. એલઆઈસીના આઈપીઓ, જે રેકોર્ડ 6 દિવસ સુધી ખુલ્લા હતા, તેને લગભગ દરેક કેટેગરીમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ લિસ્ટિંગ પહેલા શૂન્યથી નીચે ગયું છે, જેના કારણે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાનના સંકેત દેખાઈ રહ્યા છે.સરકારી વીમા કંપનીનો લિસ્ટિંગ સમારોહ સવારે 08:45 વાગ્યે શરૂ થયો હતો. લિસ્ટિંગ સેરેમનીમાં BSEના CEO અને MD આશિષ કુમાર ચૌહાણ, DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડે સહિત LICના તમામ અધિકારીઓ હાજર હતા.