Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં મળ્યું લ્યુસીસ્ટિક (સફેદ) લેલુ....

જામનગર જિલ્લામાં મળ્યું લ્યુસીસ્ટિક (સફેદ) લેલુ….

જામનગર પક્ષીઓ માટેનું સ્વર્ગ ગણાય છે… અહીં દર વષે 300 થી વધુ પ્રજાતિના પક્ષીઓ આવા-ગમન અને વસવાટ કરતા નોંધાયા છે. તાજેતરમાં જામજોધપુર નજીકના ચુર વિસ્તારમાં જામનગરના પર્યાવરણપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સુરજ જોશીને પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન સફેદ કલરનું જંગલ બેબલર (વન લેલું) જોવા મળેલ સામાન્ય રીતે આ લેલા ભુખરા કલરના હોય છે. પરંતુ આલ્બિનિઝમ એટલે કે રંગસૂત્રોની ખામીના કારણે પક્ષીઓમાં પણ સફેદ કલરના પક્ષીઓ દુર્લભ પણે જોવા મળતા હોય છે. પક્ષીઓમાં આ રંગસૂત્રની ખામીનું પ્રમાણ માત્ર 0.5% કે 1.0% હોય છે. તેથી આવા પક્ષીઓ ખુબ જ દુર્લભ હોય છે. ચુર ખાતે મળેલ આ પક્ષીના પીંછા સફેદ અને ચાંચ અને પગ પીળા છે અને આંખની અંદરની ગોળાર્ધ પણ સફેદ છે. આલ્બીનોથી એક પગથીયું નીચે ગણાતા આ પ્રકારના પક્ષીઓ જંગલી લેલું જામનગર જિલ્લામાં નોંધાયું હોય તેવી સર્વ પ્રથમ ઘટના છે અને તેનો સંપૂર્ણ શ્રેય સુરજ જોશીના ફાળે જાય છે. (તસવીર : વિશ્વાસ ઠક્કર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular