70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચપળ ચિત્તા, ભારતના જંગલોમાંથી ચિત્તા લગભગ નામશેષ થઇ ગયા બાદ નામિબિયાથી હવાઇમાર્ગે 8 ચિત્તાને ભારતમાં લાવવામાં આવી રહયા છે. આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે આ 8 ચિત્તાને મધ્યપ્રદેશના કુનોપાલપુર નેશનલ પાર્કમાં મુકત કરશે. ખાસ કાર્ગો વિમાન દ્વારા 8,280 કિલોમીટરની લાંબી યાત્રા બાદ આ ચિત્તા રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર પહોંચશે. જયાંથી હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં લાવવામાં આવશે.