વાડીનાર નજીક આવેલી નયારા રિફાઇનરી સંકુલમાં વધુ એક વખત દિપડો જોવા મળ્યો છે. રિફાઇનરી સંકુલમાં લગાવવામાં આવેલાં સીસી ટીવી કેમેરામાં લટાર મારતો દિપડો કેદ થઇ ગયો હતો. દિપડાના આટાંફેરાને કારણે કંપનીના કર્મચારીઓમાં ભયની લાગણી પ્રસરી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો.