દેશભરમાં દિવસેને દિવસે મોંઘવારીની વધારો થઈ રહ્યો છે.લોકોની જીવન જરૂરી વસ્તુ જેમકે અનાજ કરિયાણા અને શાકભાજીમાં પણ ધરખમ વધારો થયો છે.
જામનગર શાકમાર્કેટમાં ગુવાર, ભીંડો અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગુવાર અને ભીંડો 80 રૂપિયા તો લીંબુનો ભાવ 160 રૂપિયાએ પહોંચ્યો છે. શાકબકાલામાં થયેલ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે.
ઉનાળો શરૂ થવાની સાથે જ બકાલા માર્કેટ માં તેજી જોવા મળી રહી છે જેમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ લીંબુ નો ભાવ 160 રૂપિયા પહોંચ્યો છે ત્યારે ઉનાળા દરમિયાન લીંબુ શરબતની મજા માણતા લોકો માટે લીંબુ ખાટા થયા છે. તો બીજી તરફ બટેકા, રીંગણા, ફુલાવર, કાકડી, દૂધી, ટામેટા સહિતની શાકભાજીના ભાવ 20 થી 25 રુપિયા સુધી જોવા મળી રહ્યા છે.