વિખ્યાત પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહ, જેમણે પોતાના ભારે બાસ અવાજમાં બોલિવૂડના અનેક પ્રસિદ્ધ ગીતો ગાયા હતા, તેમનું સોમવારે સાંજે મુંબઇ ખાતર નિધન થયું છે, તેમ તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે જણાવ્યું હતું.મિતાલીસિંહએ જણાવ્યું હતું કે, “તેઓ કેટલાક સમયથી યુરીનારી સમસ્યાઓ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા.” 82 વર્ષીય ભુપિંદરસિંહ ના અંતિમ સંસ્કાર સહિતની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ સમાચાર સામે આવતા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભુપિંદરસિંહને મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયાં, હકીકત અને બીજી ઘણી બોલીવુડ ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે. તેમના કેટલાક પ્રખ્યાત ગીતો માં “હોકે મજબૂર મુઝે, ઉસને બુલાયા હોગા”, (મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે), “દિલ ઢૂંઢતા હૈ”, “દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા,” જેવા અનેક લોકપ્રિય ગીતોનો સમાવેશ થાય છે.