જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા જામનગર તથા દરેક તાલુકાના ગામડાઓમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ અને ડોર ટુ ડોર પેમ્પ્લેટ ડિસ્ટ્રીબ્યુશના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે નારી અદાલતના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તેમજ ઓનલાઇન સોશિયલ મીડિયા મારફત પણ કાર્યક્રમો કરી કુલ 1,53,157 થી વધુ લોકો સુધી કાનૂની જાગૃતિ ની માહિતી પહોચાડી હતી.