સરકાર દ્વારા 23 જુન 2021ના રોજ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને સરકાર દ્વારા દોઢ લાખ સુધીની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડી, થ્રી વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1 લાખ 50 હજાર સુધીની સબસીડી આપવામાં આવી રહી છે.
સરકાર દ્વારા કયા ઇલેક્ટ્રિક વાહનોને કેટલા હજાર સુધીની સબસીડી આપવામાં આવશે જાણો….
જે કોઈ વ્યક્તિ ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરે છે, તેને સબસીડી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તા.1 જુલાઈ 2021થી ચાર વર્ષ સુધી સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે. આ સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.
રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસીડી, થ્રી વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સબસિડીની રકમ અરજકરતાના બેંક અકાઉન્ટમાં આપવામાં આવશે.
આવી સબસિડી માટે પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઈ પણ વાહનનો પ્રકાર ધ્યાનમાં લીધા સિવાય અને ગુજરાતના RTO દ્વારા પાસ થયેલા વાહનોને મોટર નોંધણી ફીમાંથી 100% મુક્તિ આવી છે.
ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી મેળવવા માટેની પ્રક્રિયા…
01 જુલાઇ 2021 થી ચાર વર્ષ સુધી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવાશે.
ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરવી પડશે
ત્યાર બાદ જે તે જીલ્લાના લોકોએ આરટીઓ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ પર જવું
નવા યુઝર્સે ડીજીટલ ગુજરાત પર પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને જો કોઈ વ્યક્તિનું પહેલાથી જ ડીજીટલ ગુજરાતમાં રજીસ્ટ્રેશન હોય તેઓએ લોગ ઇન કરવાનું રહેશે.
લોગ ઇન કર્યા બાદ પોર્ટલ પર સર્વિસીસ ઓપ્શન દેખાશે.
તેના પર ક્લિક કર્યા બાદ સીટીઝન સર્વિસીસ પર ક્લિક કરવું
જેમાં સરકારની વિવિધ ઓનલાઇન સર્વિસ દેખાશે. તેમાંથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ સબસીડી સ્કીમ પર ક્લિક કરવું.
ત્યારબાદ તેમાં અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું.
જ્યાં રાજીસ્ટર યુઝર્સનો ઓપ્શન આવશે તેમાં લોગ ઇન કરવું
ત્યારબાદ જે સવિસ ડીટેલ એન્ટ્રી ફોર્મ દેખાય તે ભરવું.
જેમાં રજીસ્ટ્રેશન ડીટેલ, ઇ વાહન ડીટેલ, બેંક ડીટેલ અને જોડાણો અપલોડ કરવા
સબસીડી મેળવવા માટેની અરજીની આ વિગતોમાં વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે.
તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે.
જો આ પ્રકિયા યોગ્ય રીતે થઇ હશે તો ડોક્યુમેન્ટ અપલોડ સકસેસફૂલી દેખાશે.
ત્યારબાદ સબસીડી મેળવવા માટેની તમારી પેન્ડીંગ અરજી દેખાશે.
15 થી 25 દીવસની અંદર સરકાર દ્વારા તમારા બેંક ખાતામાં સબસીડીની રકમ જમા કરાવવામાં આવશે.


