Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકેન્દ્રીય બજેટ 2021-22ની મુખ્ય જાહેરાતો જાણો એક ક્લિકમાં...

કેન્દ્રીય બજેટ 2021-22ની મુખ્ય જાહેરાતો જાણો એક ક્લિકમાં…

- Advertisement -

નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરુઆત કરી દીધી છે. કોરોના મહામારી વચ્ચે દેશનું બજેટ રજુ થઇ રહ્યું છે. ત્યારે બજેટમાં અનેક મોટી જાહેરાતો થઇ શકે છે. ભરતના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજુ થઇ રહ્યું છે. જાણો બજેટની ખાસ વાતો….

- Advertisement -

કેરળમાં ૧૧૦૦ કિમીનો નેશનલ હાઈવે પ્રોજેક્ટ 65000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

પશ્ચિમબંગાળમાં 675 કિમીનો  હાઈવે 25000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

- Advertisement -

34000 કરોડના ખર્ચે અસમમાં નેશનલ હાઈવે બનાવવામાં આવશે.

સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર- એક રાશન કાર્ડ યોજના લાગુ થશે, પ્રવાસી શ્રમિકો માટે પણ એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ જેનાથી 71 કરોડ લોકોને ફાયદો થશે.

- Advertisement -

પશુપાલન, ડેરી મત્સ્ય ઉદ્યોગ માટે લોનની વ્યવસ્થા

આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ 27.1 લાખ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી.

મત્સ્ય ઉદ્યોગ માટે નવા 5 બંદરગાહો બનશે.

ખેડૂતોને લોન માટે 16.5 લાખ કરોડની જાહેરાત

ENAM યોજનામાં વધુ APMCને જોડવામાં આવશે.

15000 સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે

તમિલનાડુમાં સી-વિડ પાર્ક બનશે

તમિલનાડુમાં ઇકોનોમિક કોરીડોર 1.03 લાખ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

દેશમાં 100 નવી સૈનિક શાળાઓ શરુ કરવામાં આવશે.

માઈક્રો નીરીગેશન ફંડ માટે 5 હજાર કરોડની ફાળવણી

લેહમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે.

ઘઉંના પાક માટે ખેડૂતોને 75060 કરોડની ચુકવણી, દાળ માટે ખેડૂતોને 10530 કરોડ આપવામાં આવશે, કપાસ માટે 25974 કરોડની ચુકવણી

બજેટમાં રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશનની જાહેરાત કરવામાં આવી

7500 એકલવ્ય સ્કૂલોને 38 કરોડનું ફંડ

મેટ્રો પ્રોજેક્ટ મેટ્રો માટે 11 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી

વર્ષ 2030માં નવી રેલ્વે યોજના શરુ થશે. મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની મોટી યોજના શરુ કરાશે. જેમાં કોચ્ચી, ચેનઈ,નાગપુર, નાસિકમાં સિવાય અન્ય શહેરોમાં પણ આ સેવા શરુ કરવામાં આવશે. બે પ્રકારની મેટ્રો દોડશે- મેટ્રો લાઈટ, મેટ્રો નિયો.

સ્વાસ્થ્ય ક્ષેત્રે 2.23 લાખ કરોડની ફાળવણી

સ્વચ્છતા મિશન માટે 75 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી

ત્રણ વર્ષમાં વધુ 100 જિલ્લાઓને શહેરના ગેસ વિતરણ નેટવર્ક સાથે

જોડવામાં આવશે. જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.આત્મનિર્ભર પેકેજે રિફોર્મને આગળ વધારવાનું કામ શરુ કરવામાં આવ્યું.વરિષ્ઠ નાગરિકોને ઇન્કમ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી. 75 વર્ષથી ઉપરના લોકોને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળી. પેન્શન-વ્યાજની આવક હોય તેવા  વૃધ્ધોને ટેક્સ ભરવા માંથી મુક્તિ અપાઈ

 

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular