Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરભારતીય ક્રિકેટ જગતના પિતામહ જામ રણજીતસિંહજીની પુણ્યતિથી નિમિતે જાણો ખાસ વાતો

ભારતીય ક્રિકેટ જગતના પિતામહ જામ રણજીતસિંહજીની પુણ્યતિથી નિમિતે જાણો ખાસ વાતો

- Advertisement -

ભારતીય ક્રિકેટ જગતના પીતામહ એવા જામ રણજીતસિંહજીની આજે પુણ્યતિથી છે. તેઓનું નિધન 2 અપ્રિલ 1933ના રોજ જામનગરમાં થયું હતું. જેણે દેશ અને દુનિયાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ક્રિકેટર રણજીત સિંહ એવા ભારતીય હતા જેમણે ગુલામ ભારતમાં રહીને બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવી અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી.

- Advertisement -

2 એપ્રિલ 1933ના રોજ જામનગરમાં રણજીત સિંહનું મોત થયું હતું. ત્યારબાદથી આ ક્રિકેટરની યાદમાં રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. રણજીત સિંહને ભારતીય ક્રિકેટના જન્મદાતા માનવામાં આવે છે. જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રણજીતસિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે પણ દેશમાં રમાતી રણજીટ્રોફી ટૂર્નામેન્ટએ જામ રણજીતસિંહની યાદમાં રમાય છે. તે સમયે અંગ્રેજ પ્રજામાં એવી છાપ હતી કે, કાળી ચામડી વાળા શું ક્રિકેટ રમી શકે? જામ રણજીતે તેને દુર કરી હતી અને એક પછી એક કિર્તિમાનો સ્થાપી નવાનગરનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું.

- Advertisement -

રણજીતસિંહજી રાઇટહેન્ડ બેસ્ટમેન હતા. તેમણે ટેસ્ટ મેચમાં 45.00ની એવરેજથી 989 રન અને ફર્સ્ટ કલાસ મેચમાં 56.04ની એવરેજથી 307 મેચમાં 24,692 રન ફટકાર્યા હતા. જયારે રાઇટહેન્ડ મિડિયમ બોલર તરીકે તેમણે ટેસ્ટ મેચમાં એક અને ફર્સ્ટ કલાસ મેચમાં 133 વિકેટ ઝડપી હતી. જામનગરનો વિકાસ આજે જેમને આભારી છે, તે જામ રણજીતસિંહે તેમના શાસનકાળમાં મહેસુલી પદ્ધતિ સુધારી, દિવાનની જગ્યાએ સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી બેડીબંદરનું આધુનિકરણ, જામનગરથી દ્વારકા સુધીની રેલ્વે લાઇનમાં વધારો હાલની જી.જી.હોસ્પિટલનું બાંધકામ, નગરના રસ્તાઓ, સુમેર સ્પોર્ટસ કલબ, રણજીત સાગર ડેમ વિગેરે વિકાસ કામો તેઓના શાસનકાળમાં થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular