બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ જામનગર દ્વારા લીડરશીપ અને મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સુભાષબ્રિજ પાસે આવેલ ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે તા. 23 માર્ચના રોજ સવારે 8 કલાકે સેમિનાર યોજાયો હતો.
જેમાં સ્વામી ડો.જ્ઞાન વત્સલ સ્વામી દ્વારા ઇઈંગ ના તમામ મેમ્બર અને તેમના પરિવારને લીડરશીપ અને પોઝિટિવિટી અંગે મોટીવેશન સ્પીચ આપી હતી. અને લીડરશીપ અને પોઝિટિવિટીથી કઈ રીતે સફળ થઈ શકાય તેમાટે સ્વામી ડો.જ્ઞાન વત્સલ સ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ જામનગરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવેન શાહે જણાવ્યું હતું કે, અમેરિકન ક્ધસેપ છેલ્લા 26 વર્ષથી ચાલે છે. અને 74 દેશ માટેનું નેટવર્ક છે. તેમજ 3 લાખથી પણ વધુ તેમાં મેમ્બર છે. ત્યારે ભારતમાં 110 શહેરોમાં ઇગઈં ઉપલબ્ધ છે. ભારતના 44 હાજર મેમ્બર છે ત્યારે જામનગરમાં 150 લોકો ઇગઈં માં મેમ્બર શીપ ધરાવે છે. વડાપ્રધાનના કહ્યા મુજબ આપત્તિને અવસરમાં બદલવા માટે ગત વર્ષે કોરોના કાળમાં ઇગઈં રિઝર્વની રચના કરવામાં આવી હતી. 150 મેમ્બરો અને તેના પરિવાર માટે લીડરશીપ અને પોઝિટિવિટી ઉર્જાનો સંચાર થાય તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપુલ કોટક, મિહિર કાનાણી, દેવન શાહ અને નીતિન વરિયા સહિતના મહાનભાવોએ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ મેમ્બરો અને તેમના પરિવાર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમિનાર નો લાભ લીધો હતો.