સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં વિકાસની ગતિ હરણફાળ જેવી બની રહી છે. ત્યારે આ વિસ્તારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ તેમજ 2030 કરોડના કરવામાં આવેલા વિકાસના કામો પ્રજા સમક્ષ અર્પણ કરવા માટે રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગઈકાલે બપોરે રાજકોટમાં આગમન થયું હતું. જેમાં ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બસ તેમજ ખાનગી વાહનો મારફતે ભાજપના કાર્યકરોએ વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાઈ અને આ વિકાસ કાર્યોના લોકાર્પણથી ગર્વની લાગણી અનુભવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ખાસ અભિવાદન કર્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, યુવા મંત્રી રાજુભાઈ સરસિયા ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર રવિરાજસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ વડાપ્રધાનના આ જાહેર કાર્યક્રમમાં જોડાઈ અને કૃતજ્ઞતા સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતને નવી ઊંચાઈઓ અપાવવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.