જામજોધપુર-ગીંગણી રોડ પર આવેલા ખારવા ગામની સીમમાં રહેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.53,300 ની રોકડ રકમ અને બે વાહન મળી કુલ રૂા.1,23,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જામનગર શહેરના મયુરનગર વામ્બેઆવાસમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને રૂા.11350 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના વામ્બે આવાસ સામેના વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખસોને પોલીસે રૂા.3080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાંથી જાહેરમાં વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સોને રૂા.2130 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર-ગીંગણી રોડ પર આવેલા ખારવા ગામની સીમમાં મુકેશ કડીવાલના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની જામનગર એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે પીઆઈ કે.જી. ચૌધરી તથા પીએસઆઈ કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી અને આર.બી. ગોજિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મુકેશ જેરામ કડીવાલ, વિમલ મહેન્દ્ર જોશી, ભરત ગોવિંદ બકોરી, અશોક બકોરી, દેવેન્દ્ર મગન ઘેટીયા નામના પાંચ શખસોને રૂા.53,300 ની રોકડ રકમ અને રૂા.70 હજારની કિંમતની બે બાઈક સહિત કુલ રૂા.1,23,300 ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ કોલોનીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને પોલીસે રેઇડ દરમિયાન રૂા.11350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં વામ્બે આવાસ કોલોની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં તીનપતિનો જૂગાર રમતા સામરા ઉર્ફે બાલો કારા સઠીયા, માલા દેવા સંધીયા અને લક્ષ્મણ મુળુ મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.3080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા સીકંદરશાહ નુરશાહ શાહમદાર, હસન ફરીદખાન સેતા, પપ્પુ હસન સેતા નામના ત્રણ શખ્સોને રૂા.2130 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી.