Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારખંભાલિડા ગામની સીમમાં ખેતરમાં જૂગાર રમાતા સ્થળે એલસીબી ત્રાટકી

ખંભાલિડા ગામની સીમમાં ખેતરમાં જૂગાર રમાતા સ્થળે એલસીબી ત્રાટકી

વાડી માલિક સહિત નવ શખ્સો ઝડપાયા : રોકડ રકમ, મોબાઇલ, બાઇક મળી કુલ રૂા.3.28 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર તાલુકાના ખંભાલિડા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ખેલંદાઓને ઝડપી લઇ રૂા.3,28,650 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ખંભાલિડા ગામની સીમમાં આવેલી મહિરાજસિંહ જાડેજાની ખેતરની ઓરડીમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મયુરસિંહ પરમાર, હરદીપ બારડ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ પાડી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ખેતરની ઓરડીમાંથી મહિરાજસિંહ જશવંતસિંહ જાડેજા, ખેતુભા રામસંગ જાડેજા, કાનજી મગન દલસાણિયા, કારા ભીખા ઝાપડા, કાંતિ ડાયા ભીમાણી, નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા, ચેતન ત્રિકુ ભેંસદડીયા, જાદવજી જેસા બાંભવા, શાંતિ બાવજી ગડાર નામના નવ શખ્સોને રૂા.1,38,150 ની રોકડ, રૂા.40500 ના 9 મોબાઇલ, રૂા.1,50,000 ની પાંચ બાઈક મળી કુલ રૂા.3,50,650 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular