જામનગર તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખસોને પોલીસે 51500ની રોકડ સહિત કુલ 1,06500ના મુદૃામાલ સાથે પકડી પાડયા હતા. જામનગર એલસીબીના ઇન્સ્પેકટર બી.એેન. ચૌધરી તથા વી.એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ આર.કે. કરમટા અને પી.એન. મોરી જુગારની પ્રવૃત્તિ ડામવા માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની માહિતી મળતાં એલસીબીની ટુકડીએ જુગારના સ્થળે ત્રાટકી અહીં જુગાર રમતાં ધીરજલાલ નાગજીભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ બચુભા જાડેજા, સજુભા જોરૂભા જાડેજા તથા નિઝામ કાસમભાઇ ઝખરા નામના શખ્સોને રૂા. 51500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી પાંચ મોબાઇલ અને મોટરસાયકલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમ્યાન રમેશભાઇ નામનો ધ્રોલનો શખ્સ નાસી છુટવામાં સફળરહ્યો હતો. પોલીસે ઝડપાયેલા પાંચેય શખ્સો ઉપરાંત નાસી છુટેલા શખ્સ સામે જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી, વી.એમ. લગારીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા દ્વારા કરવામાં આવી હતી.