Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગરીબનગરમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી એલસીબી

ગરીબનગરમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી એલસીબી

રૂા.66,950 ની રોકડ તથા બે મોબાઇલ ફોન મળી રૂા.88,950 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં બે જગ્યાએથી ચોરી કરનાર શખ્સને જામનગર ક્રાઈમ બ્રાંચ દ્વારા રૂા.66,950 ની રોકડ રકમ તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.88,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગરીબનગર પાણાખાણમાં રહેતા મહમદ હાસમભાઈ થૈયમના રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની તેમજ અન્ય રહેણાંક મકાનમાંથી મોબાઇલ ફોન મળી રૂા.1,80,800 ની ચોરી અંગે સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી તેમજ 15 દિવસ પૂર્વે ઢીચડા રોડ ખાતે મનોજભાઈ નારાયણભાઈ રાઠોડના મકાનમાંથી રૂા.15000 ની કિંમતના મોબાઇલ ફોનની ચોરીની સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બન્ને ગુનાને અંજામ આપનાર આરોપીને શોધી કાઢવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચના હોય આ દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, ફીરોજભાઈ ખફી તથા શિવભદ્રસિંહ જાડેજાને આરોપી માધાપર ભુંગા જતાં રોડ પર હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે એલસીબીએ આ બન્ને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી હનિફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઈ સન્ના નામના શખ્સને માધાપુર ભુંગા જતા રોડ પર ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કરેલ સેમસંગ તથા વીવો કંપનીના 22 હજારની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા.66,950 ની રોકડ સહિત કુલ રૂા.88,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે સિટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular