Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ફલ્લા રામપરના મંદિર ચોરીનો ભેદ ઉકેલતું એલસીબી

જામનગરના ફલ્લા રામપરના મંદિર ચોરીનો ભેદ ઉકેલતું એલસીબી

પાંચ તસ્કરોને રોકડ અને માતાજીના આભૂષણો સાથે દબોચ્યા : ત્રણ મંદિરોમાંથી ચોરી : વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી : રિમાન્ડ મેળવવા તજવજ

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા રામપર ગામમાં આવેલા મંદિરમાંથી થયેલી ચોરીના બનાવમાં એલસીબીની ટીમે પાંચ આદિવાસી તસ્કરોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.1,10,800 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા રામપર ગામમાં આવેલા હરસિધ્ધી માતાજી, રવેચી માતાજી અને મચ્છો માતાજીના મંદિરમાંથી થયેલી ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના અશોક સોલંકી, ધાના મોરી, ઘનશ્યામ ડેરવાડિયા તથા રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન આ ચોરીના બનાવમાં સીસીટીવી ફુટેજોમાં પાંચ તસ્કરોની સંડોવણી હોય તેમજ આ તસ્કરોને તાલુકાના વિસ્તારોમાં દબોચી લઇ પુછપરછ હાથ ધરતા રાકેશ રેસીંગ શીંગાળ, રૂમાલ ઉર્ફે રમેશ મંગળશી બજુભાઇ બગન આદિવાસી, કાપસીંગ ઉર્ફે સુનિલ સુમરસીંગ ગણાવા આદિવાસી, રાધુસીંગ ઉર્ફે કમલેશ વેસ્તોભાઈ ગણાવા આદિવાસી અને સાહેબસીંગ પરસીંગ ગણાવા આદિવાસી (રહે. અલીરાજપુર, એમ.પી.) નામના પાંચ શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી ત્રણ મંદિરમાંથી ચોરી કરેલા નાના મોટા 29 નંગ છતર, બે મુગટ મળી કુલ 1625 ગ્રામ રૂા.1,06,800 ની કિંમતના આભૂષણો તેમજ દાનપેટીમાંથી ચોરેલી રૂા.4000 ની રોકડ મળી કુલ રૂા.1,10,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ચોરીમાં બીલાલ દરીયાસીંગ ગણાવાની સંડોવણી ખુલતા એલસીબીએ તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી પાંચેય તસ્કરોને પંચ એ પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પોલીસે પાંચેયના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular