જામનગર એલસીબી પોલીસ દ્વારા જાંબુડા ગામના પાટીયા પાસેથી 2,20,500ની કિંમતના 2450 લીટર ચોરાવ ડિઝલના જથ્થા તેમજ બોલેરો, મોબાઇલ ફોન મળી કુલ રૂા.4,31,000ના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના ઇનચાર્જ પો.ઇન્સ.એસ.એસ-નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા, પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં. આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને મળેલ બાતમીના આધારે જાબુંડાગામના પાટીયા પાસેથી કારાભાઇ મેધાભાઇ ભુંડીયા રહે.ખજુરડી ગામ-1 ભરવાડ પાડા તા.પડધરી જી.રાજકોટ તથા મયુરભાઇ મનુભાઇ જેઠા રહે.ગુલાબનગર હરીદ્ધાર પાર્ક જામનગર વાળાના કબ્જાની બોલેરો પીકઅપ વાહન નંબર જી.જે. 13 એટી 9ર98 માંથી બીલ આધાર વગરનુ 41 કેરબામાં ભરેલ 2,20,500ની કિંમતનો કુલ 2450 લીટર ડીઝલ તથા બોલેરો કાર નંબર જી.જે.13 એટી 9298 કિ.રૂ. ર,00,000 તથા રૂ. 10,500 ના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,31,000નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે એ.એસ.આઇ. માંડણભાઇ વસરાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચકોષી એ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા, રઘ્યુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્રારા કરવામા આવી હતી.