જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સ દ્વારા તેના ઘરમાં ઘોડીપાસાની મીની કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન 12 શખ્સોને રૂા.92,000 ની રોકડ રકમ અને કાર તથા બાઈક અને મોબાઇલ ફોન ઉપરાંત દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લઇ જુદા જુદા બે ગુના નોંધી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલા પૂજા એવન્યુ વીંગ-બી માં 102 નંબરના ફલેટમાં રહેતા સાગર કિશોર સોમિયા નામનો શખ્સ તેના મકાનમાં માણસો બોલાવી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની એલસીબીના પો.કો. કિશોરભાઈ પરમાર અને હેકો ઘનશ્યામ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન એલસીબીની ટીમે સાગર કિશોર સોમિયા, અનિલ ઉર્ફે ભુરો હરીશ મંગે, દિનેશ નારણ તખ્તાણી, રવિ જગદીશ મંગે, પ્રવિણ હરસુખ ખરા, મનસુખ રામા સોલંકી, જયસુખ વજા ટોયટા, રવિગીરી ભગવાનગીર ગોસાઈ, દિપેશ નરેન્દ્ર સોલંકી, મનસુખ જેશા બાંભવા, સુનિલ જ્ઞાનચંદ લાલવાણી, અશોક ખટાઉમલ મંગે નામના 12 શખ્સોને રૂા.92,950 ની રોકડ રકમ, એક સ્વીફટ કાર અને સાત બાઇક મળી આઠ વાહન રૂા.6,10,000 ની કિંમતના, અને રૂા.56,500 ની કિંમતના 14 નંગ મોબાઇલ અને રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે કુલ રૂા.7,61,450 નો મુદ્દામાલ કબ્જે કરી 12 શખ્સો વિરૂધ્ધ જૂગારનો અને મકાનમાલિક સાગર વિરુધ્ધ દારૂનો જુદો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.