ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા પ્રફુલ્લસિંહ મોતીભા જાડેજા નામના 53 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમવા માટેનો અખાડો ચલાવતા આ સ્થળે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમ્યાન અહીં જુગારીઓને જુગાર રમવા માટેની જરૂરી સગવડ પૂરી પાડીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગારધામમાંથી પોલીસે પ્રફુલસિંહ મોતીભા જાડેજા સાથે જયેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, બહાદુરસિંહ ઘેલુભા જાડેજા, ગિરિરાજસિંહ દિપસિંહ જાડેજા, ખોડુભા ગુમાનસંગ જાડેજા, જયદીપસિંહ બળવંતસિંહ જાડેજા અને શિવુભા જીલુભા જાડેજા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.44,230 રોકડા, રૂા. 40,000ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.1.95 લાખની કિંમતના છ નંગ મોટરસાયકલ મળી કુલ રૂા.2,79,230 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
અન્ય દરોડો દ્વારકા તાબેના વરવાળા વિસ્તારમાંથી પોલીસે રાણા ઉગા સીરુકા, ધંધા રામ ચાનપા અને રાણા જીવા ચાસીયા નામના ત્રણ શખ્સોને તેમજ આ જ વિસ્તારમાંથી અન્ય એક દરોડામાં પોલીસે રાજુ પાલભાઈ ફફલ અને તારમામદ શરીફ જીવાણીને ઝડપી લઇ અને મુદ્દામાલ કબજે કર્યો હતો.