જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢા તેના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા સ્થળે એલસીબી પોલીસે રેઈડ દરમિયાન બે મહિલા સહિત છ શખ્સોને રૂા.22,440 ની રોકડ રકમ અને રૂા.20,500 ની કિંમતના ચાર મોબાઇલ તથા રૂા.1,10,000 ના ત્રણ વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ઈમરાન મુરલહક કશ્મિરી, ઉમેશ ધિરજલાલ વિચ્છી, નીતિન નેમચંદ ગુટકા અને રાજેશ પ્રેમજી બકરાણીયા અને સંચાલક મહિલા સહિતના છ શખ્સોને રૂા.22,440 ની રોકડ રકમ અને રૂા.20,500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ તથા રૂા.1,10,000 ની કિંમતના ત્રણ વાહન સહિત કુલ રૂા.1,52,940 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.