દ્વારકા તાલુકાના શંખોદ્વાર બેટ દ્વારકા ખાતે રહેતાં શખ્સના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 76,380 ની રોકડ રકમ, રૂા.70000 ના 10 નંગ મોબાઇલ અને રૂા.70000 ની કિંમતની ત્રણ બાઇક સહિત કુલ રૂા.2,16,380 ના મુદ્દામાલ સાથે મહિલા સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ, દ્વારકા તાલુકાના શંખોદ્વાર બેટદ્વારકામાં રહેતાં સાગર મુકેશ લશ્કરી તથા અરજણ ઉર્ફે અશોક વિરજી હોદાર નામના બે શખ્સો દ્વારા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતા હોવાની હેકો ડાડુભાઈ જોગલ, એએસઆઈ અરજણ મારુ, પોકો મશરી છુછરને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઈ એસ.વી. ગરચળ, બી.એમ. દેવમુરારી, એએસઆઈ અરજણ મારુ, હેકો ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પો.કો. મશરીભાઈ છુછર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પુરીબેન સરઠીયા, હેકો હસમુખ કટારા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સાગર મુકેશ લશ્કરી, અરજણ ઉર્ફે અશોક વિરજી હોદાર, દિપેશ કાંતિ ગુગરીયા, યાકુબ યુનુશ બેતારા, સલીમ જુસમ થૈમ, બ્રીજેશ મુળરાજ મહેતા, રમેશ દાનસીંગ રાઠોડ અને કિશન ઉર્ફે ભલો લક્ષ્મીદાસ અગ્રાવત તથા એક મહિલા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નવ શખ્સોે પાસેથી રૂા.76,380 ની રોકડ રકમ, રૂા.70 હજારની કિંમતના 10 નંગ મોબાઇલ, રૂા.70 હજારની કિંમતના ત્રણ બાઇક મળી કુલ રૂા.2,16,380 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.