Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરલાલપુર બાયપાસ નજીક ઓફિસમાં રમાતા જૂગારના સ્થળે એલસીબી ત્રાટકી

લાલપુર બાયપાસ નજીક ઓફિસમાં રમાતા જૂગારના સ્થળે એલસીબી ત્રાટકી

સાત શખ્સોને રૂા.1,12,500 ની રોકડ રકમ, મોબાઇલ, બાઈક અને કાર મળી કુલ રૂા.4.22 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા : જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જૂગાર રમાતા સ્થળોએ પોલીસની લાલ આંખ: ઠેક-ઠેકાણેથી જૂગારીઓ ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક ટાઈલ્સની ઓફિસમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નિલેશ પરશોતમ તાળા, નિમેશ કિશોર અકબરી, કેવિન કિશોર સંઘાણી, રૂમીત કિશોર સાવલિયા, નિલેશ રમેશ ડાંગરીયા, કેવિલ દિનેશ ભંડેરી, વિપુલ ઉર્ફે પાચો વલ્લભ સંઘાણી નામના સાત શખ્સોને રૂા.1,12,500 ની રોકડ રકમ અને 60000 ની કિંમતના સાત નંગ મોબાઇલ તથા રૂા.50000 ની કિંમતની ત્રણ બાઈક તથા રૂા.2 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.4,22,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આણંદપર રોડ પર બાવળની ઝાડીઓમાંથી તીનપતિનો જૂગાર રમતા જિતેશ ઉર્ફે જીતો બાબુ વાજેલિયા, દિનેશ ધરમશી વાઘેલા, સાગર પ્રવિણ વાઘેલા, ભરત વિનુ વાઘેલા, શિવા સંગ્રામ મદરીયા, અજય લધુ વાજેલિયા નામના છ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન રૂા.10370 ની રોકડ રકમ અને રૂા.24500ની કિંમતના 5 ફોન તથા રૂા.97000 ની કિંમતની 4 બાઈક મળી કુલ રૂા.1,31,870 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લાલપુર ગામમાં સહયોગપાર્ક વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ મહિલાઓને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.11230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા લલીત કરશન જેપાર, હરીલાલ દામજી પરમાર, ધીરજ ખીમજી ચૌહાણ, કરણ નાનજી ધ્રુવ અને એક મહિલા સહિત પાંચ શખ્સોને લાલપુર પોલીસે રૂા.10240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાંથી તીનપતિનો જુગાર રમતા જયેશ દેવા બંધીયા, કરણ પાલા રાડા, લાલા બોધા રાડા, હેમુભા નવલસંગ જાડેજા, હરદાસ લક્ષ્મણ રાડા, કિશન બધા રાડા નામના છ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.15460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના સોનવડિયા ગામના સીમ વિસ્તારમાંથી તીનપતિ રમતા ભુરા મેરામણ હુણ, કરશન મેરામણ રાડા, વિઠલ પરમાણંદ જોશી, નાથા કારા રાડા, સરમણ ચના રાડા નામના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના સીમ વિસ્તારમાં ખેતરના સેઢે આવેલા જાહેર રસ્તામાં ટોર્ચના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા પ્રકાશ બાબુ મુંગરા, અશોકસિંહ ઉર્ફે મુન્ના લખધીરસિંહ જાડેજા, વાલજી મેઘા ઉર્ફે મેઘજી રાઠોડ, ઉમેશ દામજી મોલીયા નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રૂા. 14300 ની રોકડ રકમ અને ટોર્ચલાઈટ સાથે ઝડપી લીધા હતાં તેમજ નાશી ગયેલા રાહુલ ગોરધન મુંગરા, બુધા મુંધવા, રવિ ડાયા રાતડિયા, સેજા બટુક મુંધવા અને અશોક બાબુ મુંગરા નામના પાંચ સહિતના નવ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર તાલુકાના જગા ગામમાંથી જૂગાર રમતા કરશન ધના ઝાપડા, સિંધા ભીમા ઝાપડા અને જીવા ભીમા ઝાપડા નામના ત્રણ શખ્સોને પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.7730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના તમાચણ ગામમાંથી જૂગાર રમતા રાજેન્દ્રસિંહ દિલુભા પરમાર, કના દાના ડાંગર, ભરતસિંહ દિલુભા પરમાર નામના ત્રણ શખ્સોને રૂા.5370 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના જગા ગામમાંથી સામત ભલા ઠુંગા, લાલજી છગન ઠુંગા, સુરેશ વીરમ ઠુંગા નામના ત્રણ શખ્સોએ પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.4670ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના તમાચાણ ગામમાંથી તીનપતિ રમતા યશપાલસિંહ હરેન્દ્રસિંહ પરમાર, વનરાજસિંહ ગુલાબસિંહ પરમાર નામના બે શખ્સોને પોલીસે રૂા.2850ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના નવાગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવીન પુના રાઠોડ, મયુર ગોગન રાઠોડ, રોહિત ગોગન રાઠોડ, જયસુખ ભના ચુડાસમા, અલ્પેશ કેશુ રાઠોડ નામના પાંચ શખ્સોને રૂા. 2650 ની રોકડ રકમ સાથે મેઘપર પોલીસે ઝડપી લીધા હતાં.

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સુભાષપાર્કમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.3350ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular