દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ડાંગરવાડ ગામે રહેતા સવા રાણા ઓડેદરા નામના શખ્સ દ્વારા પોતાના પોતાની વાડીએ આવેલા કબજા ભોગવટાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે સવા રાણા ઓડેદરા, વિંઝા કારા મોઢવાડિયા, કાના કારા ગોરાણીયા, નિર્મલ પુંજા અમર, લીલા રામા મોઢવાડિયા, લીલા કરસન અમર, રાજુ હરભમ ઓડેદરા અને કાના વિરમ મોઢવાડિયા નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 60,910 રોકડા તથા રૂપિયા 31 હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 30,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,21,910 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ દેવમુરારી, પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, ગોવિંદભાઈ કરમુર તથા વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.