Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરટીંબડી ગામના ખેતરમાં રમાતા જુગાર સ્થળે એલસીબીનો દરોડો

ટીંબડી ગામના ખેતરમાં રમાતા જુગાર સ્થળે એલસીબીનો દરોડો

રૂા.4.24 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝબ્બે : જામનગરમાંથી ઘોડીપાસા જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા : બે શખ્સ નાશી ગયા

- Advertisement -

જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન છ શખ્સોને રૂા.2,14,500 ની રોકડ અને સાત મોબાઇલ તથા બાઇક સહિત રૂા.4.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ખોજા નાકા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઇસમો રૂા.2,440ની રોકડ અને ઘોડીપાસા સાથે ઝડપી લઇ નાશી ગયેલા બે સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલી મયુરસિંહ જાડેજાના કબ્જાવાળા ખેતરમાં તીનપતીનો જુગાર રમાડાતા હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા અને હરદિપ ધાધલને મળેલી બાતમીના આધારે પોલીસ વડા નિતેશ પાંડેયની સુચનાથી પીઆઈ એસ.એસ.નિનામા, પીએસઆઈ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન મયુરસિંહ પ્રભાતસિંહ જાડેજા અને મોરબીના મહેશ વલ્લભદાસ કુબાવત, રમેશ હરખા કાસુન્દ્રા, હિતેન્દ્ર જયંતિ ગામી, ઉમેશ રામજી મેરજા, સવજી લવજી માલકિયા સહિતના 6 શખ્સોને રૂા.2,14,500ની રોકડ, સાત મોબાઇલ અને 4 બાઇક મળી કુલ રૂા.4,24,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં ખોજા નાકા પાસે ખાઇવાડી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા સ્થળે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સબિર ગુલામ હુસેન સુમરા, વલીમહમ્દ યુસુફ શેખ, રહિમ બસીર અભવાણી નામના ત્રણ શખ્સને રૂા.2,440 રોકડ અને ઘોડી પાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં અને નાસી ગયેલા હુસેન શંકરટેકરી સલીમ ઉર્ફે ગંધુક યુસુફ ખીરા સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular