Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

ખંભાળિયામાં ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

- Advertisement -

ખંભાળિયા નજીકના હાઈવે પર વિજય સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં તાજેતરમાં રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ જાહેર થયો હતો. આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગરના પાણખાણ વિસ્તારમાં રહેતા અને હાલ બેડી ગામના રહીશ નવાઝ ઉર્ફે મેલી ઉમર જસરાયા નામના 23 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સની અટકાયત કરી, તેની પાસેથી મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 11,500 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે તેને ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાબારી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. સજુભા જાડેજા, મસરીભાઈ ભારવાડીયા, અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મેહુલભાઈ રાઠોડ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular