ગુજરાત, રાજસ્થાન તથા કર્ણાટક રાજ્યના અલગ અલગ જિલ્લામાં બેંક એટીએમમાં છેડછાડ કરી 50 થી વધુ ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગને જામનગર એલસીબી પોલીસે જામનગર શહેરના પંચવટી કોલેજ નજીકથી ઝડપી લઇ રૂા.47,500 ની રોકડ રકમ, મોટરકાર, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીઓ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એમ.પી. શાહમાં આવેલ એસબીઆઈ તથા આઇસીઆઈસીઆઈ બેંકમાં એટીએમમાં છેડછાડ કરી રૂપિયા કાઢી લીધાના બનાવોની ફરિયાદ નોંધાઇ હતી. છેલ્લાં થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય. જેને લઇ રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્વારા કરેલ સુચના અને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એમ. મોરી, એ.કે. પટેલ તેમજ સ્ટાફ દ્વારા આ ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ તથા ઋષિરાજસિંહ વાળાને એટીએમના કેસ ડિસ્પેન્સરમાં છેડછાડ કરી રૂપિયાની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો જીજે-18-બીએમ-6869 નંબરની મોટરકાર લઇને જામનગર શહેરમાં 5ંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાંથી પૈસાની ચોરી કરવાની તૈયારી કરવા આંટાફેરા કરતા હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ દરમિયાન રાજસ્થાનના બીકાનેર જિલ્લાના ડુંગળગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલિયા તથા રામપ્રકાશ રામકરન ગોદારા તથા રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢ તાલુકાના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથાર નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.47500 ની રોકડ રકમ, રૂા.10 લાખની કિંમતની કીયા સેલ્ટોસ કાર, રૂા.20,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન, ડીસમીશ, સેલોટેપ, કટર, ફેવીકવીક, પીવીસી પટ્ટીઓ, એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ તપાસમાં હર્મનરામ નથુરામ ભાકડ નામના શખસની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
જામનગર એલસીબી પોલીસે સિટી બી ડીવીઝન અને સિટી સી ડીવીઝન વિસ્તારમાં થયેલ બેંક એટીએમની ચોરી ઉપરાંત પંદર દિવસ પૂર્વે રાજસ્થાનના જયપુરના ચાંગાનેર એરપોર્ટ પાસે આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.10000 ની ચોરી, રાજસ્થાનના ભીલવાડા એચડીએફસી બેંક એટીએમમાંથી રૂા.6000 ની ચોરી, પીએનબી બેંક એટીએમમાંથી રૂા.4000 ની ચોરી, રાજસ્થાનના ચિતોડગઢના એસબીઆઈ બેંકના એટીએમમાંથી ચોરી, રાજસ્થાનમાં એક હોસ્પિટલ પાસે એસબીઆઇ બેંકના એટીએમમાંથી રૂા.4500 ની ચોરી, ઉદયપુર હોટલની બાજુમાં આઈસીઆઈસીઆઇ બેંકના એટીએમમાંથી રૂા.6800 ની ચોરી, એકસીસ બેંકના એટીએમમાંથી રૂ.2600ની ચોરી, પીએનબી બેંકના એટીએમમાંથી રૂા.2000 ની ચોરી, આઈસીઆઈસીઆઇ બેંકમાંથી રૂા.2500 ની ચોરી, એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂા.3000 ની ચોરી, અમદાવાદ બાપુનગર આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.5000 ની ચોરી, અમદાવાદ વસ્ત્રાલ બેેંકના એટીએમમાંથી રૂ.1500 ની ચોરી, અમદાવાદ રાજીવપાર્કમાં એકસીસ બેંકના એટીએમમાંથી રૂા.6500 ની ચોરી, અકબરનગર પીએનબી બેંકના એટીએમમાંથી રૂા.6500ની ચોરી, અમદાવાદ સીટીએમના એકસીસ બેંકમાંથી રૂા.1000 ની ચોરી, અમદાવાદ આરટીઓ સર્કલ પાસે આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.2000 ની ચોરી,સિટી વર્કશોપ પાસે એસબીઆઈ બેંક એટીએમમાંથી રૂા.4000 ની રોકડ રકમ, અમદાવાદ રાજીવ પાર્કમાંથી એસબીઆઇ બેંકના એટીએમમાંથી રૂા.2500ની ચોરી તથા રૂા.3000 ની ચોરી, અમદાવાદ શહેરમાં આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.6000 ની ચોરી, રાજકોટ ત્રિકોણ બાગ એસબીઆઈ બેંક એટીએમમાંથી રૂા.10000 ની ચોરી, આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.15000 ની ચોરી, એસબીઆઈ બેંક એટીએમમાંથી રૂા.1500 ની ચોરી, રાજકોટના આઈસીઆઈસીઆઇ બેંકના અલગ અલગ ત્રણ એટીએમમાંથી રૂા.15000 ની ચોરી, વડોદરા છાણી જકાતનાકા પાસે આઈસીઆઈસીઆઇ એટીએમમાંથી રૂા.3500 ની ચોરી, વડોદરા શહેરમાં આઈસીઆઈસીઆઇ બેંકના ચાર, એસબીઆઇ બેંકના બે, એકસીસ બેંકના એક એમ કુલ સાત થી આઠ એટીએમમાંથી રૂા.35000ની ચોરી, નડિયાદ શહેરમાં એકસીસ બેંકના એટીએમમાંથી રૂા.2000 ની ચોરી, એચડીએફસી બેંકના એટીએમમાંથી રૂા.3000 ની ચોરી, અમદાવાદ, બાપુનગર, વસ્ત્રાલ, રાજીવપાર્ક, આરટીઓ સર્કલ તેમજ સીટીએમ વિસ્તારમાં અલગ અલગ 15 જેટલા એટીએમમાંથી રૂા.50000 ની ચોરી, બેંગ્લોર શહેરમાં બીએસએફ સર્કલ તથા અલગ અલગ સોસાયટીના એટીએમમાંથી રૂા.30000 ની ચોરી, સુરત શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં બેંક એટીએમમાંથી રૂા.10000 ની ચોરી, ઉધના વિસ્તારમાં બેંક એટીએમમાંથી રૂા.15000 ની ચોરી, રાજકોટ શહેરમાં કુવાડવા, પારેવડી ચોક, સંદેશનગર, માલવીયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર વિસ્તારના 10 જેટલા એટીએમમાંથી રૂા.60000 ની ચોરી, રાજકોટ ત્રીકોણબાગની બાજુમાં આવેલ એસબીઆઈ તથા આઈસીઆઈસીઆઇના પાંચ એટીએમમાંથી રૂા.17000 ની ચોરી તથા અમદાવાદ શહેરના રાજીવપાર્ક, બાપુનગર, આરટીઓ સર્કલ, વસ્ત્રાલ વિસ્તારમાં બે દિવસ દરમિયાન એસબીઆઇ તથા આઈસીઆઈસીઆઇના 10 થી 12 એટીએમમાંથી રૂા.32000 ની ચોરી કરી હતી.
જુલાઈ 2024 માં આરોપીઓએ જામનગર શહેરમાં અંબર સિનેમા રોડ પર આવેલ આઈસીઆઈસીઆઇના એટીએમમાંથી રૂા.25000 ની રોકડ રકમ ચોરી સહિતના ભેદ ઉકેલાયા હતાં. આરોપીઓએ અલગ અલગ રાજ્યમાં 50 થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂા.4,50,000 થી વધુની રકમની ચોરી કરી હતી.
આ આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમને ટાર્ગેટ કરે પછી તે એટીએમના કેસ ડિસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટિકની ફેવીકવીક વડે ચોટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડધારક એટીએમ રૂમમાં રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપિયા કેસ ડિસ્પેન્સરમાંથી બહાર ન નિકળતા એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાંથી બહાર નિકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમાં જઇ પોતે લગાવેલ પ્લાસ્ટિકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડિસ્પેન્સરમાં રહેલ રૂપિયા લઇ ચોરી કરી લેતા હતાં.
આ કાર્યવાહી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.