જામનગર શહેર અને જિલ્લામાં તથા રાજ્યના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી આચરનાર ચીકલીગર ગેંગના બે સાગરિતોને એલસીબીની ટીમે લાલપુર બાયપાસ ચોકડીથી સમાણા રોડ તરફ જવાના માર્ગ પરથી દબોચી લઇ ગેંગ કેસ નોંધી ચોરી કરવાના હથિયારો કબ્જે કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર તથા રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢ દાયકાથી ઘરફોડ ચોરી આચરનાર કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરિતો અંગે એલસીબીના દિલીપ તલાવડિયા, હરદીપ ધાંધલ અને હિતેન્દ્રસિંહ જાડેજાને મીળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે લાલપુર બાયપાસ ચોકડીથી સમાણા રોડ તરફના વિસ્તારમાં આવેલી શિવધાર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી.
એલસીબીની ટીમે રેઈડ દરમિયાન શેરસીંગ ઉર્ફે સુરજસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડાસીંગ તીલપતીયા (ઉ.વ.40) અને મનજીતસીંગ ઉર્ફે સતનામસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડાસીંગ તીલપતીયા (ઉ.વ.36) (રહે. વડોદરા) નામના બંને ભાઈઓને દબોચી લઇ તેમની પાસેથી ગણેશીયો, ડીશમીશ, લોખંડની તણી અને 10 જુદી જુદી ચાવીઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ધરફોડ ચોરી આચરે તે પહેલાં જ દબોચી લીધા હતાં. આ ચીકલીગર ગેંગ દ્વારા પંદર વર્ષ દરમિયાન જામનગર, અમદાવાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને વડોદરા જેવા શહેરોમાં ગેંગ બનાવી ઘરફોડ ચોરી આચરતા હતા. આ ગેંગે જામનગર શહેર અને જિલ્લામાં પાંચ સ્થળો સહિત રાજ્યમાં 29 ઘરફોડ ચોરી આચરી હોવાની કેફીયતના આધારે એલસીબીની ટીમે આગળની તપાસ હાથ ધરી બંને તસ્કર ભાઈઓ વિરૂધ્ધ ગેંગ કેસ નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.