ખંભાળિયા તાલુકમાં મંગળવારે એલસીબી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના વિંજલપર ગામે પહોંચતા એલસીબીના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંકની બાજુમાં વાદી પાડામાં જાહેરમાં ગંજીપાના વડે જૂગાર રમી રહેલા રાણા આલા બાંભવા, રાજુ ખીમા ગાગીયા અને સામત ઉકા વારોતરીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂા. 17,570 રોકડા તથા રૂા. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. 22,570 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. જે અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.


