જામનગર શહેરના પંચવટી સોસાયટીમાં રહેતી યુવતીને ત્રણ શખ્સો દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાના બનાવમાં 11 માસથી નાસતા ફરતા આરોપીને બેડેશ્ર્વરમાંથી એલસીબીની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી સોસાયટીમાં એકલી રહેતી યુવતીને અફરોજ ચમડીયા, રજાક સાયચા અને અખતર ચમડિયા નામના ત્રણ શખ્સો દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈ ઈશાકભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી અને આ ગુનામાં મરી જવા મજબુર કરનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતાં અને છેલ્લાં 11 માસથી નાસતા ફરતા અફરોજ તૈયબ ચમડિયા નામનો શખ્સ લૈયારામાં હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, હરદીપ બારડ અને મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે લૈયારા ગામની દરગાહ પાસેથી અફરોજ ચમડિયાને દબોચી લઇ સિટી બી ડીવીઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.