ભાણવડના ખુન કેસમાં આજીવન કેદની સજા પામેલ અને ફર્લો રજા ઉપર ગયા બાદ જેલમાં પરત ન આવી ૨૭ વર્ષથી ફરાર કેદીને એલ.સી.બી દ્વારકાએ સારંગપુરથી પકડી પાડ્યો હતો અને અમરેલી ઓપન જેલ ખાતે મોકલી આપ્યો હતો.
ભાણવડના ખૂનના કેસમાં એડી. સેશન્સ કોર્ટ – જામનગરએ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ, જિ. દેવભૂમિ દ્રારકાને તા.૩૦/૧૨/૧૯૮૬ ના રોજ આજીવન કેદની સજા ફરમાવી હતી. જેમાં કેદીને જામનગર જીલ્લા જેલથી મધ્યસ્થ જેલ, સાબરમતી – અમદાવાદ ખાતે મોકલ્યો હતો. તે પછી તા.૨૯/૦૮/૧૯૯૪ થી ઓપન જેલ, અમરેલી ખાતે રાખેલ હતા. કેદીને તા.૦૩/૦૫/૧૯૯૪ થી ફર્લો રજા પર મુકત કરવામાં આવ્યા બાદ ફર્લો રજા પરથી તા.૧૮/૦૫/૧૯૯૪ ના જેલ ખાતે પરત હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ ન હતા. આરોપી માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ વાળા ફર્લો રજા પરથી ફરાર થયા બાદ તેના સામે વર્ષ ૨૦૧૦માં કોર્ટમાં સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ હતું.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસીહ દ્રારા લાંબા સમયથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના હોય દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પોલીસ વડા સુનીલ જોષીની સુચના અનુસાર એલ.સી.બી. – દેવભૂમિ દ્રારકા ના પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડા પો.સ.ઇ. એસ.વી.ગળચર ના માર્ગદર્શન હેઠળ માલદેભાઇ જીવાભાઇ સગરને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.
જે દરમ્યાન જાણવા મળેલ કે, પાકા કામના કેદીના દીકરા હમીરભાઇ માલદેભાઇ ગોરફાડ સગર એ જયુ.ફ.ક. મેજિ.ની કોર્ટ – ભાણવડમાં કાર્યવાહી કરી મરણનો દાખલો મેળવવા તજવીજ કરી તા.૨૩/૦૯/૨૦૧૭ ના ફરાર કેદીનો મરણનો દાખલો પણ કઢાવી તેની ૧૭ વીઘા ખેતીની જમીન ની તેની માતા લાડુબેન અને હમીરભાઇ ના નામે વારસાઇ મિલ્કત પણ કરાવી લીધી હતી. અને હાલમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ ખાતે ખેતમજુરી કામ કરે છે. તેવી બાતમીના આધારે પો.સ.ઇ. એસ.વી.ગળચર તથા પેરોલ – ફર્લો સ્કોડ એ.એસ.આઇ. કેશુરભાઇ એલ. ભાટીયા, હેડ કોન્સ. જીતુભાઇ મેરામણભાઇ હુણ, ડ્રાઇવર એ.એસ.આઇ. ધર્મેન્દ્રસીહ ગુલાબસીહ ચુડાસમાએ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વીસ્તારમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠેથી છેલ્લા ૨૭ વર્ષથી ફર્લો રજા ફરારી પાકા કામના કેદી માલદેભાઇ ઉર્ફે ગોપાલદાદા ઉર્ફે માવજીભાઇ મળી આવયો હતો.
તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, પાકા કામના કેદીની ફર્લો રજા પુરી થતા પરત જેલમાં જવાનું મન ન થતા ત્યાંથી નાશી જઇ પોરબંદરથી બસમાં રાજકોટ ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા ગયા. વડોદરા રેલ્વે સ્ટેશન પર ત્રણ – ચાર વર્ષ સુધી મજુરી કામ કર્યું હતું. પછી ત્યાંથી ભરૂચ જીલ્લાના હાશોટ શહેરમાં રામનગર વીસ્તારમાં રોકાયેલ અને કડીયાકામની મજુરીકામ કરતા હતા. આ દરમીયાન તેની સાથે મજુરી કામ કરતા સોમીબેન કોળી પટેલ સાથે સંપર્કમાં આવ્યા હતા. તેની સાથે રહેતા હતા. હાશોટમાં ૧૦ વર્ષ સુધી રહી તે પછી સારંગપુર, અમરાવતી નદીના કાઠે કરશનભાઇ પટેલની વાડીમાં ખેતમજુરી કામ રાખી સોમીબેન સાથે આજદીન સુધી સીમ વીસ્તારમાં રહ્યા નું જણાવ્યું હતું. તેનું આજથી ચાર પાચ વર્ષ પહેલા એકસીડન્ટ થયેલ આ વખતે તેને હાસડીમાં અને ડાબા પડખામાં લાગેલ આ વખતે તેનો દીકરો હમીર અંકલેશ્વર આવી પૈસા આપી ગયો હતો. ફરાર થયા બાદ તેનો બીજો દીકરા મનસુખનું અવસાન થયેલ ત્યારે પાછતર ગયેલ તે પછી બે વખત પાછતર ગામે ગયેલ હોવાનું જણાવ્યુ હતું. ફરાર થયેલ દરમીયાન ગોપાલભાઇ અને માવજીભાઇ જીવણભાઇ સાગર ના ખોટા નામ ધારણ કર્યાહતા.
છેલ્લા ૨૭ વર્ષથી પોલીસ ની પકડથી દુર રહેલ કેદીને સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડીથી પકડી પાડી ખંભાળીયા લઇ આવી કોવીડ – ૧૯ ની કાર્યવાહી કરી અમરેલી ઓપન જેલ ખાતે મોકલી આપ્યો હતો.
આ કાર્યવાહી એલ.સી.બી પી.આઈ જે.એમ.ચાવડા, પીએસઆઈ એસ.વી.ગળચર, એએસઆઈ કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા, હેડ કોન્સ. જીતુભાઇ હુણ, લાખાભાઇ પીંડારીયા એ કરી હતી