જામનગર શહેર અને જિલ્લામાં દારૂની બદી ડામવા માટે પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબીની ટીમે શહેરના બાવરીવાસ વિસ્તારોમાં આવેલી ઝુંપડપટ્ટીમાં દરોડા પાડી 10 ભઠ્ઠી ઝડપી લઇ દારૂના ધંધાર્થીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડાની વિગત મુજબ, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ખુલ્લા ફાટક પાસે બાવરીવાસ વિસ્તારમાં આવેાલા ઝુપડપટ્ટીમાં ઉષાબેન બિલાભાઈ ચંદ્રમુખી, ગોદાવરીબેન ધરમપાલ પરમાર, રાણીબેન જબરભાઈ માલપરા, બૈજવંતી વિજયભાઈ રામસીંગ, રાજુ નાનકુભાઈ કોળી માલી, બબલી રાજેશભાઈ કાળુભાઈ વઢીયાર, ગીતા રામસીંગ ચંદુભાઈ સોલંકી, ગંગા કમલભાઈ કાનાભાઈ કોળી, સંગીતા ઈન્દ્રભાઈ ટેકસીંય ડાભી અને રેખાબેન રાજકુમાર વઢીયાર સહિતના શખ્સોને ત્યાં દરોડો પાડી 1210 લીટર આથો, 77 લીટર દેશી દારૂ અને 4960 ની કિંમતના દેશી દારૂ બનાવવાના સાધનો મળી આવતા કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.